Supreme Court SC Status Ruling: સુપ્રીમ કોર્ટે ધર્મ પરિવર્તનના મામલે એક ઐતિહાસિક અને મહત્ત્વનો ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે, ધર્મ પરિવર્તન કર્યા બાદ વ્યક્તિને અનુસૂચિત જાતિ(SC)નો દરજ્જો મળી શકશે નહીં. કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું છે કે, જે વ્યક્તિ હિન્દુ, શીખ અથવા બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ પણ ધર્મ સ્વીકારે છે, તેને અનુસૂચિત જાતિના સભ્ય ગણી શકાય નહીં. અદાલતે ખાસ સ્પષ્ટતા કરી છે કે જો કોઈ વ્યક્તિ ખ્રિસ્તી ધર્મ અપનાવે છે, તો તેને SC/ST ઍક્ટ હેઠળ મળતા રક્ષણ કે લાભનો અધિકાર રહેશે નહીં.અન્ય ધર...